ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા (દુ. વાઘપુરા) ગામના યુવકે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ સોડા-જ્યુસ બનાવવાનું ઓટોમેટિક મશીન ખરીદવા માટે અમદાવાદની કંપનીને ₹35.16 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. જોકે મશીનની ડિલિવરી ન મળતાં અને વારંવાર સંપર્ક છતાં સંતોષકારક જવાબ ન મળતાં કંપનીએ માત્ર ₹3 લાખ પરત આપ્યા હતા.બાકી રહેલા ₹32.16 લાખ અથવા મશીન ન મળતાં યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી અમદાવાદના દાણીલિમડાના બે ઇસમો સામે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.