અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ પાટિયા પાસે વાહન ચેકીંગ દરમિયાન ઇક્કો કાર ચાલકને તલવાર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગડખોલ પાટિયા પાસે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન અંદાડા ગામ તરફથી એક ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા મારક હથિયાર તલવાર મળી આવી હતી. પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સુંદર રેસીડેન્સીમાં રહેતો પપ્પુસિંઘ ઉર્ફે ઉમેશ કમલા સિંઘ પાસે તલવાર અંગે સક્ષમ અધિકારીની પરવાનગી અંગેનો લેટર માંગતા તેણે નહીં હોવાનું જણાવતા પોલીસે તે ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.