ભરૂચ: ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો આગળ આવ્યા, ઉઘરાવ્યો ફાળો

New Update
ભરૂચ: ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો આગળ આવ્યા, ઉઘરાવ્યો ફાળો

મહીસાગર જિલ્લાના બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે ભરૂચના યુવાનો આગળ આવ્યા છે. બાળકની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર છે ત્યારે યુવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરી ફાળો ઉઘરાવ્યો હતો.

મહીસાગર જિલ્લાનો નાનો બાળક ધૈર્યરાજસિંહ ગંભીર બીમારીથી પીડાય રહ્યો છે અને તેની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી દાતાઓ દાનનો ધોધ વહાવી રહ્યા છે ત્યારે બાળકની મદદ માટે ભરૂચના યુવાનો પણ આગળ આવ્યા છે. ભરૂચના મકતમપૂર વિસ્તારના ભાથીજી યુવક મંડળના યુવાનો વિવિધ વિસ્તારોમાં ફરી બાળક માટે ફાળો ઉઘરાવી રહ્યા છે અને લોકોને પણ દાન આપવા અપીલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકની સારવાર માટે અત્યાર સુધી રૂપિયા 12 કરોડથી વધુનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે.