/connect-gujarat/media/post_banners/f56b51f2c322d653e0aec8bda79e960fa5cb238b6410cb4041a1631db7cde8fc.webp)
ભરૂચના આમોદ નેશનલ હાઇવે નંબર-૬૪ ઉપર બત્રીસી નાળા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં 2 લોકોના ઘટના સ્થળેજ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર બત્રીસી નાળા પાસે સાંજે ચાર કલાકે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તથા ભત્રીજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા...
મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા આસિફ અસાલી પટેલ તેમજ તેમના પત્ની રુક્સાના ઉર્ફે સબુ આસિફ પટેલ અને તેમનો ૧૦ માસનો ભત્રીજો અહેમદ રઝા આમોદમાં પુરસા નવીનગરી ખાતે સાસરીમાં સવારે ગયા હતા ત્યાર બાદ તેઓ આજે બપોરે ચાર કલાકે આમોદથી કાવી જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. ત્યારે બત્રીસી નાળા પાસે આમોદથી જંબુસર તરફ જતી ટ્રક નંબર જીજે ૩૪ ટી ૦૦૮૬ ના ચાલકે બાઈક ચાલકને પાછળથી અડફેટે લેતા બાઈક રોડ ઉપર પડી ગઈ હતી. જેમાં બાઈક ચાલક આસિફ અસાલી રોડની બહારની સાઈડ ઉપર પડ્યો હતો. જ્યારે તેની પત્ની રુક્સાના ઉર્ફે સબુ પટેલ તેમજ તેનો ૧૦ માસનો ભત્રીજો અહેમદ રઝા જે રુક્સાનાના ખોળામાં હતો. તે રોડ ઉપર ફંગોળાયા હતા. જેમાં ટ્રકની પાછળના તોતીંગ પૈડાં તેમની ઉપર ફરી વળતાં પત્ની તેમજ ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું..
અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના શરીરના માંસના લોચા પણ રોડ ઉપર પથરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ રોડ ઉપર પડેલી બંનેની લાશોને ઉઠાવી ટેમ્પોમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા. જ્યાં આમોદ પોલીસે બનેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સગાઓ ભેગા થયા હતા. અકસ્માતને પગલ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. પોલીસને અકસ્માતને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.