ભરૂચ-વડોદરામાંથી 10 સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગના 2 સાગરીતો ઝડપાયા, રૂ. 7.15 લાખની ચોરીની બાઇકો જપ્ત

ભરૂચ જીલ્લામાં વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી. સહીત અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવાય હતી

New Update
ભરૂચ-વડોદરામાંથી 10 સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગના 2 સાગરીતો ઝડપાયા, રૂ. 7.15 લાખની ચોરીની બાઇકો જપ્ત

ભરૂચ જીલ્લામાં વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી. સહીત અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવાય હતી. જીલ્લામાં વધારે પ્રમાણમાં થતી વ્હીકલ ચોરીના વિસ્તારની વિઝીટ, આયડેન્ટીફાય કરી જરૂરી મેપ બનાવી, ડીકોઇ કરી, સી.સી.ટી.વી. ફુટેઝ તેમજ ટેકનીકલ સર્વેલન્સ વિગેરેની મદદ મેળવી હતી.

ભરૂચ એલ.સી.બી.ઉમલ્લા તેમજ ઝઘડીયા પો.સ્ટે.ની બનાવવામાં આવેલ અલગ અલગ ટીમોને જરૂરી માગદર્શન આપી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે વ્હીકલ ચોરી અંગે કામગીરી કરતી ટીમોને સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સર્વેલન્સથી હકિકત સાંપડેલ કે, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી થતી મોટર સાયકલોને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર અને જાંબુઆની ગેંગ દ્વારા અંજામ અપાય છે, ત્યારે આ ગેંગના 2 સાગરીતો મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ ખાતે છે. જેથી પો.સ.ઇ. એન.જે.ટાપરીયા ઉમલ્લા પો.સ્ટે.ની એક ટીમને તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવી હતી. આ ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજયના અલગ અલગ જીલ્લાઓમાં કેમ્પ રાખી ગેંગના બન્ને સાગરીતોને ઝડપી લીધા હતા. બન્ને આરોપી તથા તેઓની સાથેના અન્ય 3 સાગરીતોએ ભેગા મળી ભરૂચ તથા વડોદરા જીલ્લામાંથી અલગ અલગ કંપનીની 10 મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે રૂપિયા 7.15 લાખની બાઇકો રીકવર કરાઈ હતી. ઝઘડિયામાં લેબર તરીકે MPના અલીરાજપુરથી પકડાયેલા મોહન મગરસીંગ બામણીયા અને સંજય સોબતસીંગ બામણીયા આવ્યા હતા. જેઓએ વાહન મારફતે તેઓના અન્ય 3 વોન્ટેડ સાગરીત સુનીલ ઉર્ફે નાનકો ઇંટા બામણીયા, કાલુ ડાવર અને સોહનને બોલાવી રાત્રિ દરમ્યાન સ્પોર્ટ્સ બાઇકના લોક તોડતા હતા, ત્યારબાદ વાયરિંગ ડાયરેકટ કરી બાઇકો ચાલુ કરી વતન તરફ ભાગી જતા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.