Connect Gujarat
ભરૂચ

આ'ખરે... ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું...

ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

X

સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઈન્ડીયા ગઠબંધનમાં આપને ફાળે આપવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક વરીષ્ઠ અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોવડી મંડળને રજૂઆત કરી હતી. પરંતુ અંતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યું છે.

ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય મોવડી મંડળના નિર્ણય અને આદેશને શીરોમાન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું જણાવ્યુ હતું. આ સાથે જ ચૂંટણીમાં ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભેખભા મિલાવી કામ કરીશું તેમ જણાવ્યુ હતું.

તો ચૈતર વસાવાએ પણ આભાર સાથે ખુશી વ્યક્ત કરી વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભરૃચ કોંગ્રેસ ના સમર્થન બાદ હવે આપ ના ચૈતર વસાવા ના સમર્થનમાં જો ખરા અર્થમાં કોંગીજનો કામ કરશે, તો ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

Next Story