Connect Gujarat
ભરૂચ

ડિજિટલ ક્ષેત્રે ડંકો વગાડ્યા બાદ કનેક્ટ ગુજરાતનો ટેલીવિઝન ક્ષેત્રે પ્રારંભ, ગ્રુપના MD કરણ જોલીએ કનેક્ટ ગુજરાત TVનો કરાવ્યો શુભારંભ

ડિજિટલ ક્ષેત્રે ડંકો વગાડ્યા બાદ હવે કનેક્ટ ગુજરાત દ્વારા ટીવી ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રોલાઈફ ગ્રૂપના ચેરમેન કરણ જોલી એ તારીખ 21 ડિસેમ્બર ના રોજ કનેક્ટ ગુજરાત ચેનલનો શુભારંભ કરાવ્યો હતો

X

ડિજિટલ ક્ષેત્રે ડંકો વગાડ્યા બાદ હવે કનેક્ટ ગુજરાત દ્વારા ટીવી ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રોલાઈફ ગ્રૂપના ચેરમેન કરણ જોલી એ તારીખ 21 ડિસેમ્બર ના રોજ કનેક્ટ ગુજરાત ચેનલનો શુભારંભ કરાવ્યો હતો.

ફક્ત સમાચાર નહિ પણ તેનાથી આગળ આ સૂત્ર સાથે કનેક્ટ ગુજરાત વેબ પોર્ટલનો આજથી 7 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્દ્રસ્ટીઝના સહયોગથી ધીમે ધીમે કનેક્ટ ગુજરાત ન્યૂઝ વેબ પોર્ટલનો આ કાફલો આગળ વધતો ગયો અને આજે કનેક્ટ ગુજરાતના તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ મળી 25 મિલિયનથી વધુની રિચ છે.હવે લોકોના ઘર સુધી પહોંચવા માટે કનેક્ટ ગુજરાત દ્વારા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને કનેક્ટ ગુજરાતે ટેલીવિઝન ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. પ્રો લાઈફ ગ્રૂપના સ્થાપક અને કેમિકલ ક્ષેત્રે વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર સ્વર્ગીય એમ.એસ.જોલીના આશીર્વાદ અને પ્રેરણાથી આજે તેઓના પુત્ર અને ગ્રુપના MD કરણસિંગ જોલીના જ્ન્મ દિવસના શુભ અવસરે કનેકટ ગુજરાત ટીવીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કનેક્ટ ગુજરાતના પરિવાર સાથે જન્મદિવસની કેક કટિંગ કરી ઉજવણી કર્યા બાદ MD કરણસિંગ જોલી અને તેમના પત્ની સાક્ષી જોલીએ કનેક્ટ ગુજરાતની ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કનેક્ટ ગુજરાતના ડિરેક્ટર યોગેશ પારિક, ડો.ખુશ્બુ પંડ્યા તેમજ કનેક્ટ ગુજરાતનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કનેક્ટ ગુજરાત પરિવાર અત્યારસુધી ડિજિટલ માધ્યમ થકી આપના સુધી પહોંચતું હતું પરંતુ હવે તમારા ટીવી સ્ક્રીન પર અમે આવીશું ત્યારે આપના પ્રશ્નોને વાચા મળે એ માટે અમે કટીબધ્ધતા દર્શાવીએ છે.આપની કોઈ પણ પ્રેસ નોટ અમારા સુધી પહોંચાડવા આપ અમારા ઇમેલ એડ્રેસ assign.connectgujarat@gmail.comનો સંપર્ક કરી શકશો. આ પ્રસંગે યોગેશ પારીકે તમામ દર્શકો , સાથી મિત્રો, વિજ્ઞાપનકારો, નેત્રંગ કેબલ નેટવર્ક સહીત તમામ નામી અનામી લોકો અને સંસ્થાઓ જેમણે કનેક્ટ ગુજરાતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સેહકર આપ્યો હોય એવા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story