રાજ્યકક્ષાના ખેલ મહાકુંભની ટેકવેન્ડો સ્પર્ધામાં ભરૂચની અલીશા મૌલવીએ ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું...

ભરૂચમાં ધોરણ-10માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

New Update

પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી. દીકરી પરિવાર માટે બોજ છે, એવી ગેરમાન્યતા પણ હતી. પરંતુ હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં, પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેંકી રહી છે, ત્યારે ભરૂચ શહેરના ન્યુ આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની 15 વર્ષીય દીકરી અલીશા મૌલવીએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતી અલીશા મૌલવી 4 વર્ષથી શાળામાં ટેકવેન્ડો ટેક્નિક શીખવા જોડાઈ હતી. આ દીકરીએ રમત-ગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. અત્યાર સુધી તેણીએ સ્કુલ ગેમ્સ અને બીજી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 80થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અલીશાએ દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત તેણે દુબઈમાં યોજાયેલી G2 સ્પર્ધામાં પણ ભાગ લઈને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જેના માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેનું સન્માન પણ કર્યું હતું.

Latest Stories