Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDC વિસ્તારમાંથી ગુમ થયેલા 2 બાળકો સુરતથી મળી આવ્યા, પરિવારે માન્યો પોલીસનો આભાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી છેલ્લા 2 અઠવાડિયાથી 2 બાળકો ગુમ થયા હતા.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી છેલ્લા 2 અઠવાડિયાથી 2 બાળકો ગુમ થયા હતા. જોકે, બન્ને બાળકોને સુરત ખાતેથી પરત લાવી ભેટો કરાવતા પરિવારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો આભાર માન્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર ખાતે રહેતા સુરજ તેમજ સાજન નામના 2 બાળકો છેલ્લા 2 અટવાડિયાથી અચાનક ગુમ થઈ ગયા હતા. જોકે, સુરત રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પ્રોટેકશન ફોર્સને આ બન્ને બાળકો મળી આવ્યા હતા. પોલીસે બન્નેની પૂછતાછ કરતા યોગ્ય જવાબ ન આપ્યો હતો. સમગ્ર મામલે રેલ્વે પોલીસે ચાઇલ્ડ હેલ્થ કેરને જાણ કરતા બન્ને બાળકો આ સંસ્થાને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે, આ બાળકોએ યુપીના હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાળકોના પરિવારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા આ બન્ને બાળકો સુરતના કતારગામ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી, ત્યારે પોલીસ દ્વારા સુરતથી બન્ને બાળકોનો કબજો મેળવી અંકલેશ્વર પરત લાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બન્ને બાળકોનો મા-બાપ સાથે ભેટો કરાવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પોતાના ગુમ બાળકો હેમખેમ પરત મળી આવતા પરિવારે જીઆઈડીસી પોલીસનો આભાર માન્યો હતો.

Next Story