/connect-gujarat/media/post_banners/8b5dc6174293edc9c82aed4aa12f6bf828a2a457272b799caf51824d5c2a2581.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસ કાફલો અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરી પાસે આવેલ દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી નજીક મોબાઇલ ટોર્ચના અજવાળે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી કેટલાક ઈસમો ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે પૈસાથી પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડા પાડતા 3 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે અંગજડતી તથા દાવ ઉપરની રોકડ રકમ 17 હજાર તથા 2 નંગ મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ રૂપિયા 47 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/11/sabudana-2025-08-11-18-18-42.jpg)