Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કનેક્ટ ગુજરાત કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને અપાય 3 દિવસે વિદાય…

આજે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને વિદાય આપવામાં આવી

X

કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે ગણેશ મહોત્સવનું આયોજન

છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન

કનેક્ટ ગુજરાત દ્વારા દુંદાળાદેવને ત્રીજા દિવસે વિદાય અપાય

પ્રથમ પૂજાતા દેવ એવા શ્રી ગણેશની આરાધનાના પર્વ નિમિત્તે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, આપને હરહમેશ સમાચારોથી આગળ રાખતી કનેક્ટ ગુજરાતના અંકલેશ્વર સ્થિત કાર્યાલયમાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિઘ્નહર્તાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. કનેક્ટ ગુજરાત પરિવાર દ્વારા સતત 3 દિવસ સવાર સાંજ બાપ્પાની આરાધના સહ પૂજન-આરતી અને થાળ ધારવાવામાં આવ્યો હતો. આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસ સુધી બાપાની ભક્તિ કરવામાં આવી હતી, ત્યારે આજે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને વિદાય આપવામાં આવી હતી.

કનેક્ટ ગુજરાત ન્યૂઝના ડિરેક્ટર યોગેશ પારિક, પ્રોલાઈફ બાયો કેમિકલના ડિરેક્ટર ચન્દ્ર્ભાન ગુપ્તા તથા પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટાફ તેમજ કનેક્ટ ગુજરાત પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પર્યાવરણના જતનના હેતુસર માટીની પ્રતિમાને GIDC વિસ્તાર સ્થિત 500 ક્વાર્ટર નજીક આવેલ કુત્રિમ કુંડ ખાતે ઇકોફ્રેન્ડલી રીતે શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે “ગણપતિ બાપ્પા મોરયા”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Next Story