અંકલેશ્વર : કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતાં SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની અટકાયત

જોખમી રીતે કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતાં SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની અટકાયત
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી જોખમી રીતે કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસ ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમીના આધારે મહેસાણાના ઓમ રોડલાઇન્સનું ટેન્કર નંબર GJ-02-AT-0550માંથી માનવજીવન અને જીવ સૃષ્ટીને નુકશાન કારક કેમીકલ વેસ્ટ ભરી કોઈક જગ્યાએ ખાલી કરવા જતા રાજપીપળા ચોકડી નજીકથી ઝડપી લેવાયું હતું. તપાસમાં ટેન્કરમાં ભરેલ કેમીકલ વેસ્ટ અંકલેશ્વર GIDCમાં આવેલ SPC લાઇફ સાયંસિસ કંપનીમાંથી ભરેલ હોવાનું જણાઇ આવતા FSL તેમજ GPCBના અધિકારી દ્વારા સેમ્પલ લેવડાવી ચકાસણી કરાવાય હતી. GPCB અધિકારીના પ્રાથમિક રીપોર્ટ મુજબ ટેન્કરમાં એસીડીક પ્રવાહી હોવાનું અને SPC કંપનીના પ્લાન્ટ અને ટેન્કરમાંથી લિધેલ સેમ્પલ સામ્યતા ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઇવર દ્વારા રજૂ કરવામાં આવેલ બીલ તેમજ GPCBની ઓનલાઇન વેબસાઇટમાં ચકાસતા ખોટી મેનિફેસ્ટ અને ખોટા બીલ હોવાનું ખુલ્યું હતું. ભરૂચ SOG પોલીસે વડોદરાની સેવાસીના કંપનીના MD સ્નેહલ પટેલ, સમાના કંપનીના CEO જિમિશ ગોહેલ અને જીતાલીના યુનિટ હેડ આકાશ કલાલની ધરપકડ કરી છે, જ્યારે મહેસાણાના ઓમ રોડલાઇન્સના કેતન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરી અમદાવાદ નજીક નાળા કે, ગટરમાં બારોબાર નિકાલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

#Gujarat #Ankleshwar #arrested #owner #3 people #chemical waste #illegal disposal #SPC Life Sciences Company
Here are a few more articles:
Read the Next Article