Connect Gujarat
ભરૂચ

અંક્લેશ્વર : ઉદ્યોગકાર પાસે 3 વેપારીએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી રૂ. 96 લાખની છેતરપિંડી આચરી, પોલીસે તપાસ આરંભી...

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના ઉદ્યોગકાર સાથે રૂ. 96 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

X

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના ઉદ્યોગકાર સાથે રૂ. 96 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 3 વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચુકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વરના ઉદ્યોગકાર પાસે મુંબઈના 2 અને દહેરાદૂનના એક મળી 3 વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચુકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં રૂ. 96 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ GIDC પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંક્લેશ્વર GIDCની વંદના કેમીકલ્સના માલિક જગદીશ પટેલે GIDC પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ થાણે-મુંબઈના શુભમ એન્ટરપ્રાઈઝના લલીત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ-અલગ પ્રોડક્ટનો બલ્ક ડ્રગ માલ મંગાવી 25,35,525 રૂપિયાનો ચેક કુરીયર મારફતે મોકલાવી આપ્યો હતો. જોકે, બેન્કમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયો હતો. આજ રીતે દહીસર-મુંબઈના એસ.કે.ફાર્મા ઈન્ડસ્ટ્રીઝના સંદિપ સૈનીએ માલ મંગાવી 50,24,440 રૂપિયાનો ચેક મોકલ્યો હતો. તેમજ દહેરાદુનની મેડિકો ફાર્માના સુરજ મહેતાએ પણ બલ્ક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી 20,97,450 રૂપિયાનો ચેક કુરીયર મારફતે મોકલાવી આપ્યો હતો. પરંતુ બેન્ક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયા હતા. આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમીકલ્સના માલિક જગદીશ પટેલને આજદિન સુધી કુલ રૂ. 96,57,415 ચુકવ્યા નથી. આ ત્રણેય વેપારીઓને ટેલીફોનીક સંપર્ક કરતા ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા. આ બાદ ત્રણેય વેપારીઓએ પોતાના પરચેજ ઓર્ડરમાં જણાવેલ ઓફીસના સરનામે જઈ તપાસ કરતા તે નામની કોઈ ઓફીસ પણ નહીં હોવાનું જણાયું હતું, ત્યારે હાલ તો છેતરપીંડી અંગે અંકલેશ્વર GIDC પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

Next Story