અંકલેશ્વર:GIDCની બેઇલ કંપનીમાં 40 હજાર લિટર મિથેનોલના જથ્થાનો કરાયો નાશ,પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ચાર મહિના પહેલા પકડાયેલ ૪૦ હજાર લીટર મિથેનોલના જથ્થાનો બેલ ઇન્ડિયા કંપની ખાતે પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો

New Update
અંકલેશ્વર:GIDCની બેઇલ કંપનીમાં 40 હજાર લિટર મિથેનોલના જથ્થાનો કરાયો નાશ,પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ચાર મહિના પહેલા પકડાયેલ ૪૦ હજાર લીટર મિથેનોલના જથ્થાનો બેલ ઇન્ડિયા કંપની ખાતે પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો

ભરૂચ એલસીબીએ ચાર મહિના પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ટેન્કર નંબર-એમ.એચ.૪૬.બી.એમ.૩૫૯૮માંથી ૪૦ હજાર લીટર મિથેનોલનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી જેમા ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધી મિથેનોલનું સેમ્પલ લઇ એફ.એસ.એલમાં સુરત ખાતે મોકલ્યું હતું જે સેમ્પલમાં ૯૯.૮૬ ટકા મિથેનોલનું પ્રમાણ હોવાનો રીપોર્ટ આવ્યો હતો.આ ઝડપાયેલ જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે ભરૂચ જીલ્લા પોલીસે કોર્ટની મંજુરી મળેવી આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ડિયા કંપની ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Latest Stories