અંકલેશ્વર: નોબરિયા સ્કૂલ પાસે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

શહેર એ ડિવિઝન પોલીસે નોબરિયા સ્કૂલ પાસે બાલાની ચાલમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

New Update
અંકલેશ્વર: નોબરિયા સ્કૂલ પાસે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નોબરિયા સ્કૂલ પાસે બાલાની ચાલમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નોબરિયા સ્કૂલ પાસે બાલાની ચાલમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને એક ફોન મળી કુલ 19 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો જુગારી ઈમરાન ઉર્ફે મરઘી દિલાવર દીવાન,કલ્પેશ મોરે,આસિફ અબ્દુલ હમીદ પઠાણ અને સિકંદર ઇબ્રાહી કોયા તેમજ જાવેદ રફીક બેગને ઝડપી પાડ્યો હતો.