અંકલેશ્વર: ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીમાં 17 વર્ષીય કિશોરે ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર

ગડખોલ ગામમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના રહેવાસી અજિતકુમાર સિંગનો 17 વર્ષીય પુત્ર યશરાશ તેના ઘરે એકલો હતો

New Update
અંકલેશ્વર: ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીમાં 17 વર્ષીય કિશોરે ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર

અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના રહેવાસી અજિતકુમાર સિંગનો 17 વર્ષીય પુત્ર યશરાશ તેના ઘરે એકલો હતો તે દરમ્યાન ઘરમાં દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ પાડોશીઓને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.17 વર્ષીય કિશોરે અંતિમવાદી પગલુ શા માટે ભર્યું એનું કારણ જાણી શકાયુ નથી.

Latest Stories