Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: આપના આગેવાન અંકુર પટેલ સામે ગુનો દાખલ, મિત્રએ બંદૂકથી કર્યું હતું જાહેરમાં ફાયરિંગ

કોસમડી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરવાના મામલામાં બે લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અંકલેશ્વરના કોસમડી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરવાના મામલામાં બે લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં જાહેરમાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી નજીક માતંગી પેટ્રોલપંપ પર એક ઈસમ દ્વાર બંદૂક વડે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અંગેનો વિડીયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં બે ઇસમોના નામ સામે આવ્યા છે.ભરૂચ તાલુકાના નિકોરા ગામ ખાતે રહેતા અફઝળ પઠાણ નામના વ્યક્તિએ માતંગી પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું આ માટે અંકલેશ્વરના ગડખોલના રહેવાસી અને વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલે તેની લાઇસન્સ વાળી ગન યુઝ કરવા માટે આપી હતી. આ દરમ્યાન પેટ્રોલપંપ પર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો વિડીયો વાઇરલ થયો હતો. વિડીયો વાઇરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી એબેન બન્ને આરોપી સામે ગુનો અદાખલ કરી ગણતરીના સમયમાં બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story