અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ સ્થિત ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ લાભ લીધો હતો
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ સ્થિત નારાયણ સ્વામીના ૐ તપોવન આશ્રમના સાનિધ્યમાં આજરોજ નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦૦થી વધુ લાભાર્થીઓને નિઃશુલ્ક ધોરણે આંખના નંબર સહીત મોતિયા વ્હેલ સહીત અન્ય દર્દીનુ નિદાન કરવામાં આવ્યુ હતુ તેમજ જે દર્દીઓને મોતિયા સહીતના ઓપરેશનની જરૂરિયાત હશે તેઓને આગામી સપ્તાહ દરમ્યાન ભરૂચની આકાશ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો મારફતે નિઃશુલ્ક ઓપરેશન કરાશે જેનો સંપૂર્ણ ખર્ચ ૐ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ ચુકવશે.આ કેમ્પમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિ જોષી, સુરતના તબીબ ડો. પી પી સોલંકી સહીત અન્ય તબીબી ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી