Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો
X

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો. જે બાદ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ લોકોની આપવીતી અને મજબૂરી સામે આવી હતી. જેમાં ઊંચું વ્યાજ ભરીને પણ લોકો વ્યાજના આ ચક્રવ્યુમાં ફસાયેલાં જ નજરે પડ્યા હતા. તેવામાં હવે આ પ્રકારના સામાન્ય નાગરિકોની વ્હારે પોલીસ વિભાગ સામે આવ્યું છે. અંકલેશ્વર શહેરના શેઠના હોલ ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે વિવિધ બેંકના સ્ટાફની ઉપસ્થિતિમાં લોનની જરૂરિયાત ધરાવતા લોકોને સ્થળ પરજ જરૂરી ડોક્યુમેન્ટ લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેઓને સહુલત મુજબની લોનનું ધિરાણ કરવાની શરૂઆત કરાય હતી.

Next Story