અંકલેશ્વર: હાઉસિંગ એસોસિએશન દ્વારા GIDCમાં તળાવ બનાવવા માટે કરવામાં આવી રજૂઆત

સાત દિવસમાં તળાવની કામગીરી નહીં કરવામાં આવે તો સ્વખર્ચે તળાવ બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી

New Update
અંકલેશ્વર: હાઉસિંગ એસોસિએશન દ્વારા GIDCમાં તળાવ બનાવવા માટે કરવામાં આવી રજૂઆત

અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તળાવ બનાવવા માટે જી.આઈ.ડી.સીના .મેનેજરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડિવિઝન મેનેજરની કચેરી ખાતે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા વર્ષોથી જી.આઈ.ડી.સી.માં તળાવ માટે પ્લોટ ફાળવણી કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી તળાવની કામગીરી કરવામાં આવી નથી હાલ ભૂગર્ભ જળ ઊંડા જતા પાણીની તંગી વચ્ચે તળાવની જરૂરિયાત ઉભી થઇ છે.તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત જો સાત દિવસમાં તળાવની કામગીરી નહીં કરવામાં આવે તો સ્વખર્ચે તળાવ બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.