અંકલેશ્વર: ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં પ્રથમ

ડીયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં 200 મીટરની દોડમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે

New Update
અંકલેશ્વર: ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં પ્રથમ

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ચાણક્ય વિદ્યાલય માં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નડીયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં 200 મીટરની દોડમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે

ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ,ચિલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની વિવિધ કેટેગરીની એથ્લેટિક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ રાજ્ય કક્ષાની એથ્લેટીક સ્પર્ધામાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અવની ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.અંડર ઇલેવનમાં ધોરણ 5માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો 11 વર્ષીય શ્રીશ સાવલીયાએ 200 મીટરની દોડમાં ભાગ લીધો હતો .જેમાં શ્રીશ સાવલીયાએ 200 મીટરની દોડ 33 સેકન્ડમાં પુરી કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો  

Latest Stories