/connect-gujarat/media/post_banners/20e98d879af228de8ec81232904653643bdb9d4abdf94365291879dd324554ad.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના સિધ્ધેશ્વર બંગ્લોઝ સોસાયટીમાં નેત્રંગના કંબોડિયા ગામના કુખ્યાત બુટલેગરના ભાઈને કારમાં સંતાડેલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામના કુખ્યાત બુટલેગર અશોક મારવાડી કાર નંબર-જી.જે.૦૫.સી.એસ.૮૦૩૦માં વિદેશી દારૂ ભરી અંકલેશ્વરના ભડકોદ્રા ગામના સિધ્ધેશ્વર બંગ્લોઝ સોસાયટીમાં રહેતો તેનો ભાઈ હેમરાજ કેસરીમલ માલીના ઘરે મોકલ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળી ગાડીમાંથી વિદેશી દારૂની ૬૭૨ નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ૯૬ હજારનો દારૂ અને ત્રણ લાખની કાર મળી કુલ ૫.૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર હેમરાજ માલીને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી સહીત ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.