અંકલેશ્વર : ઇક્કો કારના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ LCB પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરાય...

GIDC પોલીસ મથકના ઇક્કો ગાડીના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ એલસીબી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

New Update
અંકલેશ્વર : ઇક્કો કારના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ LCB પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ઇક્કો ગાડીના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ એલસીબી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એલસીબી પોલીસે અમદાવાદ જીઆઈડીસી વિસ્તારમાંથી ઇક્કો ગાડીના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ ધોળકા ખાતે રહેતા મુન્નો ઉર્ફે મુનાવર અબ્દુલ ગફાર શેખને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી 5 જેટલા સાઈલેન્સર ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ કર્યું હતું. અમદાવાદ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરતા પોલીસે પાસેથી ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.