અંકલેશ્વર : પરિણીતાનો સ્નાન કરતો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 24 વર્ષીય પરિણીતાનો ગામમાં જ રહેતા યુવકે વિડીયો બનાવ્યો હતો. આ પરિણીતા સ્નાન કરી રહી હતી

New Update
અંકલેશ્વર : પરિણીતાનો સ્નાન કરતો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પરિણીતાનો સ્નાન કરતો વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 24 વર્ષીય પરિણીતાનો ગામમાં જ રહેતા યુવકે વિડીયો બનાવ્યો હતો. આ પરિણીતા સ્નાન કરી રહી હતી, તે દરમ્યાન આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી યુવાને તેની સાથે દુષ્કર્મ આચારવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, યુવક પરીણિતાને વારંવાર પોતાની સાથે લઇ જઇ શરીરસુખ માણતો હતો. આ દરમિયાન પરીણિતા ગર્ભવતી બની હતી. જે અંગે યુવકને જાણ કરવામાં આવતાં તેણે પરીણિતાને ગર્ભનિરોધક ગોળીઓ આપી ગર્ભ પડાવી નાંખ્યો હતો, ત્યારબાદ અવારનવાર યુવક દ્વારા કરવામાં આવતા બ્લેકમેલથી કંટાળેલી પરીણિતાએ આખરે અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પરીણિતા સાથે દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.