/connect-gujarat/media/post_banners/5a4ba31602c4094583fb506e4d1496639cf1b856ec09867c65c96a01a751c96d.jpg)
અંકલેશ્વરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સિક્યોરીટી ગાર્ડની માત્ર 3 વર્ષની બાળકી પર યુપીના કારીગરે દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં આરોપીને મુંબઈના થાણેમાંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક વિસ્તારમાં રહેતી 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. પાડોશમાં રહેતા મૂળ યુપીના ઉનાવાના રામુ પ્રભુદયાલ રાજપૂત બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પહોંચતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. જે બાદ પરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસે નરાધમને મુંબઈના થાણેની કપૂર વાવડી ખાતેથી દબોચી લીધો છે.