Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : 25 વર્ષ સુધી BSFમાં ફરજ બજાવી નિવૃત્ત થઈ સજોદના વતની પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું

જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.

X

આપણા સૈનિકો માં ભોમની રક્ષા કાજે સરહદે જવાનો તાપ-તડકો, જંગલ કે બર્ફીલી પહાડીઓમાં પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર ખડેપગે તૈનાત રહે છે. અનેક વિષમ અને વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ત્યાં અનેક સમસ્યાઓ વેઠી દુશ્મનો સામે નજર રાખી ઉભા રહે છે, ત્યારે આવા જવાન જ્યારે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી પોતાની સેવા પૂર્ણ કરી વતન કે, ઘરે આવે ત્યારે તેમનું સન્માન થવું એ ખૂબ જરૂરી બની જાય છે.

વર્ષ 1999માં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા બાદ અંકલેશ્વર તાલુકાના સંજોદ ગામના વતની જયંતિ ડાહ્યાભાઈ આહીર 25 વર્ષની સેવા આપી નિવૃત્ત થઇ પોતાના માદરે વતન પહોંચતા તેઓનું અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સમાજના મોભીઓ અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી. આ પ્રસંગે જવાન જયંતી આહીરે વધુમાં વધુ યુવાનોને ભારત દેશના સૈન્ય વિભાગમાં જોડાય અને દેશની સેવા કરે તેવી અપીલ કરી હતી.

Next Story