અંકલેશ્વર : અગ્રવાલ સમાજ દ્વારા સેવકાર્યનો "રવિવાર", GIDC બસ ડેપો ખાતે યાત્રીઓને પાણી-છાશનું વિતરણ કરાયું

અગ્રવાલ સમાજ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : અગ્રવાલ સમાજ દ્વારા સેવકાર્યનો "રવિવાર", GIDC બસ ડેપો ખાતે યાત્રીઓને પાણી-છાશનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

કાળઝાળ ગરમીમાં મુસાફરો અને તડકામાં બહાર નીકળતા લોકોને અગવડ પડે નહીં તે માટે છેલ્લા 1 મહિનાથી દર રવિવારે ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા જીલ્લાના વિવિધ બસ સ્ટેન્ડ ખાતે પીવાનું ઠંડુ પાણી અને છાસનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ એસટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર અગ્રવાલ સમાજના આગેવાન સુધીર ગુપ્તા અને સુનીલ જૈન સહિતના સભ્યોએ ઠંડુ પાણી પીવડાવી મુસાફરોની તરસ છિપાવી હતી.

Latest Stories