અંકલેશ્વર : આમલાખાડી પાસે 1.18 કરોડ રૂા.ના દારૂના જથ્થાનો નાશ કરાયો

અંકલેશ્વરની આમલાખાડી પાસે દારૂની 90 હજાર કરતાં વધારે બોટલોનો રોડ રોલર ફેરવી નાશ કરાયો..

New Update
અંકલેશ્વર : આમલાખાડી પાસે 1.18 કરોડ રૂા.ના દારૂના જથ્થાનો નાશ કરાયો

અંકલેશ્વરની આમલાખાડી પાસે દારૂની 90 હજાર કરતાં વધારે બોટલોનો રોડ રોલર ફેરવી નાશ કરાયો..

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળે છે. રાજયમાંથી રોજનો લાખો રૂપિયાનો દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો પકડાતો રહે છે. અંકલેશ્વર તથા હાંસોટના પોલીસ સ્ટેશનો તરફથી ઝડપી પાડવામાં આવેલાં દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી આમલાખાડી પાસે કરવામાં આવી હતી. આશરે 90 હજાર કરતાં વધારે બોટલોનો રોડ રોલર ફેરવીને નાશ કરાયો.. નાશ કરાયેલાં દારૂના જથ્થાની કિમંત 1.18 કરોડ રૂપિયા થવા જાય છે. દારૂના નાશની કામગીરી અંકલેશ્વર ડીવાયએસપી ચીરાગ દેસાઈ, એસ.ડી.એમ આર.કે.ભગોરા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં કરાય હતી.