Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં 8 વર્ષીય વિદ્યાર્થી ઝળક્યો, વધાર્યું પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ...

અંકલેશ્વરનો 8 વર્ષીય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનો 8 વર્ષીય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પોદાર શાળાનો 8 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશ જીગર જરીવાલાએ તાજેતરમાં જ બિહારના પટનામાં યોજાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ઉજ્જવળ દેખાવ કરી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-20 તેમજ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 150થી વધુ બાળ ચેસ માસ્ટરોએ ભાગ લીધો હતો. પ્રિયાંશે ભરૂચ જિલ્લામાં સૌથી નાની ઉંમરે ચેસ જેવી રમતમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રિયાંશના પિતા અંકલેશ્વરમાં જાણીતી ઓરેન્જ હોસ્પિટલમાં તબીબ છે. પ્રિયાંશે આ સિદ્ધિ બદલ પોતાના પિતા તેમજ માતા જેનેટ તેમજ કોચ રાહુલ રોહિત સહિત શાળાના આચાર્ય ડો. ગંગાધરને શ્રેય આપ્યો છે.

Next Story