Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન રેલી યોજાઇ

વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.

X

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.

વિશ્વભરમાં કેન્સરની બીમારીથી પ્રત્યેક વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. કેન્સરથી પીડિત દર્દીઓમાં બીમારીની સમજનો અભાવ હોવાથી લોકો કેન્સર સામે લડવાના બદલે ભયભીત થઈ જાય છે. અને કેન્સરનો ઈલાજ કરાવવામાં નિરસતા દાખવે છે. આ બીમારી પ્રત્યે લોકો જાગૃત થાય અને ડરે નહીં પરંતુ તેની સામે લડે તેવી ભાવનાથી લોક જાગૃતિ ફેલાવવા માટે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પિન્કેથોન રેલી યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વરભરમાં 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ માત્રને માત્ર લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. ત્યારે આજના દિવસે અંકલેશ્વરની જુદી જુદી સંસ્થા જેમકે બ્રહ્મસમાજ અંકલેશ્વર, જેસીઆઇ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ, ખોડલધામ સમાજ, મહેશ્વરી સમાજ ,મહેસાણા મિત્ર મંડળ ,સંગીની ફોરમ દ્વારા સંયુક્ત રીતે કેન્સર અવેરનેસ માટે એક રેલીનું આયોજન કરાયું હતું. કેન્સરથી ડરવાનું નથી પણ લડવાનું છે આ મુખ્ય સૂત્ર જ હતું. જેમાં ડો.ભૂમિ દવે એ ખૂબ સુંદર રીતે કેન્સર વિશે માહિતી પૂરી પાડી જેમાં કેન્સર થી કઈ રીતે બચવું અને શું સાવચેતી લેવી તે વિષે માહિતી આપી હતી.

રવિવારના રોજ યોજાયેલ પિંકેથોન આ વોક ફોર અવેરનેસ ફોર કેન્સરનાં અવેરનેસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પિન્ક સાડી પહેરીને બહેનોએ ભાગ લીધો હતો. વિવિધ સ્લોગન વાળા પોસ્ટર્સ અને બેનરો સાથે બહેનો રેલીમાં જોડાઈ હતી. કેન્સરને હરવવાનું છે, હારવાનું નથી. જેવા સ્લોગનો સાથે આ પિંકેથોન કમલમ ગાર્ડનથી નીકળી નિયમ ચોકડી, પારસમણિ ચોકડી, સાવન ચોકડી, સિટી સેન્ટર થઈને પરત કમલમ ગાર્ડન આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં અંકલેશ્વરની બહેનોએ આ રેલીમાં જોડાઈને કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story