અંકલેશ્વર: MPના ડેપ્યુટી CMની ઉપસ્થિતિમાં પાનોલી ખાતે ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ખાતે MPના ડેપ્યુટી CMએ રાજેન્દ્ર શુકલાની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

New Update
અંકલેશ્વર: MPના ડેપ્યુટી CMની ઉપસ્થિતિમાં પાનોલી ખાતે ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ખાતે MPના ડેપ્યુટી CMએ રાજેન્દ્ર શુકલાની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરુચ જિલ્લાની 2 દિવસ ની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ઉધોગકારોનો સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ મુખ્ય મંત્રીએ વિવિધ સરકારી યોજના સહિત અન્ય મુદ્દે ઉધોગકારો સાથે ચર્ચા વિચારણા કરી હતી.આ સંવાદમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ,ભરૂચ જિલ્લાના પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા ,અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલ, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ તેમજ પી.આઇ.એના પ્રમુખ બી.એસ.પટેલ, તેમજ લઘુઉધોગ ભારતીના અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ તેમજ ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories