/connect-gujarat/media/post_banners/8fb1d0941acf90fa4e0e2ce22205fdf210b582810a63942ba9632ac88f13373a.jpg)
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યો બિનહરીફ જાહેર થતા એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યોએ ઉમેદવારી કરી હતી જો કે કરશન પટેલની પેનલ સામે કોઈ પણ ઉમેદવારી પત્રો નહિ ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા કરશનપટેલ સહીત તમામ સભ્યોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કરશનભાઇ પટેલ સહીત તમામ બિનહરીફ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વર્તમાન ચેરમેન કરશનભાઇ પટેલ સહીત તેમના સભ્યો અને અન્ય આગેવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને મારૂતીસિંહ અટોદરિયાનું પણ પુષ્પગુચ્છ વડે સન્માન કર્યું હતું