/connect-gujarat/media/post_banners/431d24cd3c7bee840ac153ad1aa8715cd598d1fc0104ba7d4ba556d0d72b8bc4.jpg)
ઔરંગાબાદ ખાતે નેશનલ ઓપન તાઈકવૉન્ડો કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના બાબુ રાજને સિલ્વર મેડલ મેળવી સમગ્ર રાજ્ય સહિત જિલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રહેવાસી અને કરાટે ક્લાસ ચલાવતા બાબુ રાજને ઔરંગાબાદ ખાતે યોજાયેલી નેશનલ ઓપન તાઈકવૉન્ડો કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો, ત્યારે આ કરાટે ચેમ્પિયનશીપમાં બાબુ રાજને વિજેતા થઈ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બાબુ રાજનને મહેમાનોના હસ્તે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, ત્યારે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં તેમની પસંદગી કરવામાં આવી છે.
આ બદલ અંકલેશ્વરના ખેલપ્રેમીઓમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી પ્રસરી જવા પામી છે. આ પ્રસંગે રેલ્વે સલાહકાર બોર્ડના સદસ્ય અનુરાગ પાંડે, ઉદ્યોગપતિ સુમિત પાંડે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ તાઈકવૉન્ડો એસોસિએશનના પ્રમુખ મુકેશ જૈન સહિતના સામાજીક આગેવાનોએ બાબુ રાજનને અભિનંદન પાઠવ્યા હતા.Bharuch