ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે માટે તમામ સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વરના GIDC વિસ્તાર ખાતે અંકલેશ્વર શહેરની સ્વાસ્થ્ય અને પકૃતિપ્રેમી જનતા માટે અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા ભરૂચ જીલ્લાનો સૌથી મોટો એટલે કે, “7th સાયક્લોથોન” અને “વોકાથોન”નું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે સાયક્લોથોન-વોકાથોન બન્નેમાંથી કોઈપણ એકમાં 10 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. આ સાયક્લો-વૉકાથોન GIDC વિસ્તારના જુદા જુદા 10 કીમીના માર્ગ પરથી પસાર થશે. જેમાં સાયક્લોથોન માટેનું પ્રથમ ફ્લેગ ઓફ સવારે 6.૩૦ કલાકે અને વોકેથોનનું બીજું ફ્લેગ ઓફ 6.40 કલાકે કરવામાં આવશે. સાયક્લોથોન માટે અંદાજીત 20 કીમી અને વોકેથોન માટે અંદાજીત 5 કીમીનું અંતર રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન લીંકથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કોઈ હરિફાઈ નથી એટલે મિત્રો અને પરિવારના સહુ કોઈ સાયક્લોવૉકાથોન અને વૉકિંગમાં ભાગ લઈ શકે છે. ભાગ લેનાર સહુ કોઈ વ્યક્તિને ટી-શર્ટ અને મેડલ આપવામાં આવશે. આ સાથે જ મનોરંજન માટે ઠંડા પીણા, ઝુમ્બા ડાન્સ અને સેલ્ફી પોઈન્ટ સહિતના અન્ય આકર્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. “Save Water” અને “Rain Water Harvesting” એ આ વર્ષ માટેની થીમ છે. ઉપરાંત આ કાર્યક્રમ થકી આવનાર પેઢીના ભવિષ્ય માટે આપણાથી બનતો સહયોગ કરીએ. કારણ કે, “जल है, तो कल है” સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે સામુહીક જાગૃતિ લાવવા આપણે સહુ આ કાર્યક્રમમાં જોડાઈએ. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા, જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, AIAના પ્રમુખ જશું ચૌધરી, અંકલેશ્વર નોટીફાઈડ એરિયાના પ્રમુખ મનસુખ વેકરીયા અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહી સૌકોઈના ઉત્સાહમાં વધારો કરશે, ત્યારે આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકોએ ટ્રાફિકને સારી રીતે કંટ્રોલ કરી શકાય તે માટે ટ્રાફિક પોલીસ અને સ્વયંસેવકોને સહયોગ આપવો જરૂરી છે, ત્યારે આ કાર્યક્રમ થકી “Miles are my meditation” સૂત્રને સાર્થક કરવા મોટી સંખ્યામાં લોકો જોડાય અને અન્ય લોકોને પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે તે માટે અપીલ કરવામાં આવી છે.