/connect-gujarat/media/post_banners/b4a6cbb3b669e9c1564abd93138fb3fdfe564eb9053ba4f17cdeca0b46a88421.jpg)
અંકલેશ્વરના પિરામણ નાકાથી વાલિયા ચોકડીને જોડતા પિરામણ માર્ગ ઉપર અનોખા બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અંકલેશ્વરના પિરામણ નાકાથી વાયા પિરામણ ગામ થઈ વાલિયા ચોકડીને જોડતા માર્ગની દુર્દશાને પગલે વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી યાતનાઓ વેઠી રહ્યા છે.આ માર્ગના સમારકામ માટે માર્ગ અને મકાન વિભાગમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. અનેકવાર રજૂઆત છતાં આડસું તંત્ર દ્વારા હાલ સુધી કોઈપણ જાતના પગલાં નહીં લેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ઊડતી ધૂળને કારણે હેરાન પરેશાન બન્યા છે.ત્યારે વખતો વખત રજૂઆત કરી કંટાળેલા જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા માટે વિરોધ નોંધાવવા સાથે વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.પરંતુ તંત્રની ઉદાસીન નીતિને લઈ પિરામણ નજીક મોદીની ગેરંટીના સુત્ર વાળા બેનરમાં રોડની દુર્દશાના ફોટો સાથે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આ અગાઉ પણ માર્ગ બાબતે પિરામણ ગ્રામ પંચાયતે રોડ તેમની હદમાં ન આવતો હોવાના બેનર લગાવ્યા હતા હાલ તો આ અનોખૂ બેનર કોણ લગાવી ગયું તેનાથી સૌ કોઈ અજાણ છે.
/connect-gujarat/media/media_files/2025/07/09/pm-2025-07-09-21-39-35.jpg)