અંકલેશ્વર : ભાજપ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

GIDC સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાય ટુર્નામેન્ટ ભાજપ દ્વારા ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે કરાયો પ્રારંભ

New Update
અંકલેશ્વર : ભાજપ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC નોટિફાઈડ એરિયામાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ 5 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણને ધ્યાને રાખી રાજ્યભરમાં દરેક પક્ષઓએ કમરકસી છે. આ સાથે જ મતદારોને રિઝવવા સ્થાનિક નેતા અને હોદ્દેદારો દ્વારા અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વર GIDC નોટિફાઇડ એરિયામાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ભાજપના જશુ ચૌધરી દ્વારા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે કરાયો પ્રારંભરાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નોટિફાઇડ એરિયામાં આવતી દરેક સોસાયટી અને વિસ્તારોની 24 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટનો શુભારંભ રજ્યના પૂર્વ મંત્રી અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, નોટિફાઇડ એરિયાના ભાજપના ઉપપ્રમુખ જશુ ચૌધરી, અલ્પેશ પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ રમેશ ગાબાણી, ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનના પ્રમુખ અશોક પંજવાણી સહીતના મહનુભાવો ઉપસ્થિત રહી રમતવિરોને પ્રોત્સાહિત કર્યા હતા.

Latest Stories