અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતોની સમસ્યાનું નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ઉદ્યોગ મંડળ સાથે યોજી બેઠક

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ અંકલેશ્વર ખાતે વિવિધ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ઉદ્યોગલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી.

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતોની સમસ્યાનું નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ઉદ્યોગ મંડળ સાથે યોજી બેઠક
New Update

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વિવિધ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ઉદ્યોગલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે આવેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં ઉદ્યોગલક્ષી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીએ વિવિધ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ઉદ્યોગલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી. જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહીત ભરૂચ જિલ્લાની અન્ય ઔદ્યોગિક વસાહતોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોની રજૂઆતને ગંભીરતા પૂર્વક લઇ તેના નિરાકરણ માટે હકારાત્મક વલણ દાખવવા બદલ બાહેંધરી આપી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, જીપીસીબીના આર.ઓ.ત્રિવેદી, ઉદ્યોગ અગ્રણીઓ એન.કે.નાવડિયા, અશોક પંજવાણી સહીતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #issue #Meeting #Kanu Desai #Cabinet Minister #Industry Mandal #industrial estates
Here are a few more articles:
Read the Next Article