અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં યોજાયો કેન્સર નિદાન કેમ્પ, નિષ્ણાંત તબીબોએ આપી સેવા

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલના કેન્સર સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં યોજાયો કેન્સર નિદાન કેમ્પ, નિષ્ણાંત તબીબોએ આપી સેવા
New Update

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલના કેન્સર સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો.

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટર ખાતે મુલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરો જેવા કે મેડિકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કો સર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને ગાયનેક ઓન્કોલોજીસ્ટ સેવા આપી હતી.

આ કેમ્પમાં કેન્સરની બીમારીથી પીડાતા દર્દીઓનું ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું અને કેન્સરથી પીડાતા દર્દીને જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં માં કાર્ડ અને આયુષ્માન ભારત યોજના કાર્ડધારકો માટે વિના મુલ્યે સારવાર આપવામાં આવશે આ કેમ્પમાં હિતેન આનંદપુરા,મનોજ આનંદપુરા,કમલેશ ઉદાણી,ઇનર વ્હીલના પ્રમુખ દક્ષાબેન વિઠલાણી,રોટરી કલબના પ્રમુખ અર્પણ સુરતી અને તબીબો તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #ConnectGujarat #Ankleshwar #Jayabhen Modi Hospital #cancer diagnosis camp #expert doctor
Here are a few more articles:
Read the Next Article