Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણને લગતી કૃતિઓ રજૂ કરાય...

સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સહયોગથી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિકો સૌથી વધુ ઉભરી બહાર આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિરામણ પ્રાથમિક શાળા, કાપોદ્રા પ્રાથમિક શાળા, સરદાર પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ તેમજ પ્રકૃતિને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાપોદ્રા પ્રાથમિક શાળા દ્વારા વંદે ભારત ટ્રેન તેમજ પિરામણ પ્રાથમિક શાળા દ્વારા નદી-પુલ દ્વારા માનવીય હોનારત બચાવી શકાય તેવી કૃતિ રજૂ કરાય હતી. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન સલાહકાર પી.બી.પટેલ, બીટ નિરીક્ષક ભક્તિ કોસમિયા, BRC કો-ઓર્ડિનેટર વિજય પટેલ, CRC કો-ઓર્ડીનેટર જયેશ પ્રજાપતિ, સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ કે.કે.મિશ્રા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story