New Update
/connect-gujarat/media/post_banners/f5100eb33ad4227383b6dcb4e650de8a052898d362a029c783c17f1e3c93cfea.webp)
અંકલેશ્વરના સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપનીથી આગળ નવી રેલ્વે લાઇનના બ્રિજથી થોડે દૂર લાલા ફ્રીશ ફાર્મના તળાવની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 25 હજાર અને ત્રણ વાહનો તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૫ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
Latest Stories