અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી, શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી, શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અંગ્રેજોના રાજમાં ભારતના વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. દર વર્ષે ત. 23 માર્ચના રોજ રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવની સ્મૃતિમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર શહેરના ભરુચી નાકા નજીક આવેલ જવાહર બાગ ખાતે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ સ્મારકને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષેશ મોદી, નગરસેવક સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ વીર શહીદોને યાદ કર્યા હતા.

Latest Stories