અંક્લેશ્વર:શહેર કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, મુમતાઝ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...

મુમતાઝ પટેલે હારના સમયે પણ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગી કાર્યકરોની સરાહના કરી

New Update
અંક્લેશ્વર:શહેર કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, મુમતાઝ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...

અંક્લેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન સનત રાણા હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એઆઇસીસી ડેલીગેટ અને અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વરના સનત રાણા હોલ ખાતે આયોજિત અંક્લેશ્વર શહેર કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અન્ય અગ્રણીઓએ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણી માટે સજજ થઇ ભરૃચ બેઠકની ભેટ આપવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મુમતાઝ પટેલે હારના સમયે પણ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગી કાર્યકરોની સરાહના કરી આગામી દિવસોમાં ઘર ઘર અને જન જન સુધી તે પોહચવા આહવાન કર્યું હતું.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.