/connect-gujarat/media/post_banners/f8411b3961bb0c15c021be3688f36ba69b7ed7bf90317e76b623589c67f10d6c.webp)
અંકલેશ્વર શહેરમાં બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કેશવ પાર્કમાં રહેતો બુટલેગર ભાવેશ ઉર્ફે કલ્લુ પ્રશાંત મોદી પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની ૨૮ નંગ બોટલ મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવેશ ઉર્ફે કલ્લુ પ્રશાંત મોદીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે અંકલેશ્વરના ઉમરવાડા ગામના જોશી ફળિયામાં રહેતો બુટલેગર રાહુલ મનહર વસાવા અંકલેશ્વરના ભાટવાડ આદર્શ સ્કુલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇ પસાર થવાનો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી કુલ ૪ હજારનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર રાહુલ વસાવાને ઝડપી પાડ્યો હતો.