Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નકલી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

ગત તારીખ-13મી ઓક્ટોબરના રોજ ભરુચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રાધે ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો નિરંજન નિર્મળ રાયના સ્માર્ટ મોબાઇલ ફોનમાં પોસ્ટર મેકરએપમાંથી અંક્લેશ્વર આઇ.ટી.આઇ. અને ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ તેમજ ઉત્તર પ્રદેશ શિક્ષણ બોર્ડની કુલ ૪૫ બનાવટી માર્કશીટની પી.ડી.એફ.ફાઇલો મળી આવી હતી.પોલીસે તેની પૂછપરછ કરતાં નકલી માર્કશીટના વેપારમાં મિત્ર વિવેક સીંગ મદનસીંગ સીંગ સાથે મળી 10થી 12 હજાર લઈ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બંને ઇસમોની શંકાસ્પદ રીતે અટકાયત બંનેની વધુ તપાસ કરતાં તેઓ પાસેથી 45 માર્કશીટની પ્રિન્ટ અને બે ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ઝડપાયેલ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે માર્કશીટ કૌભાંડમાં અંક્લેશ્વર આઇટીઆઈમાં ખરાઇ કરતાં માર્કશીટ બંને ઇસમોએ બનાવેલ માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે અન્ય માર્કશીટ અંગે પણ તપાસ હાથ ધરી છે.

Next Story