અંકલેશ્વર : ગાંજા સાથે ઝડપાયેલા 3 ભાઈઓને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ…

New Update
અંકલેશ્વર : ગાંજા સાથે ઝડપાયેલા 3 ભાઈઓને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત એપ્રિલ 2016માં વાલિયા ચોકડી નજીક એક કોમ્લેક્ષમાંથી ગાંજાની હેરાફેરીમાં ઝડપાયેલા 3 ભાઈઓને અંકલેશ્વરની કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. જોકે, તેઓ રૂ. 1 લાખનો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજાનો હુકમ કર્યો છે

મળતી માહિતી અનુસાર, ભરૂચ એસઓજી પોલીસે વર્ષ 2016માં મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા સુપર આર્કેડ નામના શોપિંગ કોમ્લેક્ષમાં દરોડા કરી દુકાન નં. એફ-15માંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 9 બેગ, 1 સુટકેસમાં ભરેલો કુલ 104 કિલો ગાંજો જેની કિંમત રૂ. 6.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વરની નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન.વી.ગોહિલ અને જે.બી.પંચાલે 20 સાહેદો તથા 39 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેથી અંકલેશ્વરના બીજા એડિશનલ સેસન્સ જજ એસ.ડી.પાંડેએ સરકારી વકીલ એન.વી.ગોહિલ અને જે.બી.પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી યોગેશ આરોપી ત્રણેય ભાઇઓને ધી નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટના ગુનામાં 10 વર્ષની કેદની સજા અને રૂ. 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અને, જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે ફટકારેલી સજાથી નશાના કારોબારમાં સંડોવાયેલા અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Latest Stories