અંકલેશ્વર: પર્યાવરણ બચાવોના સંદેશ સાથે UPથી યુવાનની સાયકલ યાત્રા

પર્યાવરણ બચાવોના સંદેશ સાથે યુપીના જૌનપુરથી નીકળેલ સાઇકલ યાત્રી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું

New Update
અંકલેશ્વર: પર્યાવરણ બચાવોના સંદેશ સાથે UPથી યુવાનની સાયકલ યાત્રા

પર્યાવરણ બચાવોના સંદેશ સાથે યુપીના જૌનપુરથી નીકળેલ સાઇકલ યાત્રી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું

યુપીના જૌનપુર ખાતે રહેતા કરણરાજવીર ત્રણ મહિના પહેલા પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પોતાના ઘરેથી સાઇકલ યાત્રા ઉપર નીકળ્યા છે.જેઓ યુપી,હરિયાણા,પંજાબ,ઉત્તરાખંડ,જમ્મુ-કશ્મીર,હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન,મધ્ય પ્રદેશ થઈ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ સાઇકલ યાત્રીએ ગ્લોબલ વોર્મિંગ પાછળ જંગલો ઓછા થવાથી બદલાવ આવ્યો હોવાનું જણાવી આવનાર સમયમાં એક વ્યક્તિ 5 વૃક્ષોનું વાવેતર કરે તેવી અપીલ કરી હતી.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.