New Update
/connect-gujarat/media/post_banners/a459866bb14efd280bd50943ea94d149961cc1abba68d601dbaba47e20b25a14.webp)
વિજય અને રઘુવીર જમ્મુથી નિકળી સાયકલ પર ભારત ભ્રમણ કરી સિંગાપોર જવાના છે.12 રાજ્ય ફરી સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે આજરોજ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભરૂચના સાયકલલીસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.અત્યાર સુધીમાં 6500 કી.મી.નું સાયક્લિંગ કરી 12 રાજ્યમાં 700થી 800 સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને તેઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે...