અંકલેશ્વર : મુકબધિર ભિક્ષુકની માતાનું થયું નિધન, લારીમાં મૃતદેહ લઇ પહોંચ્યો સ્મશાન

ભિક્ષુક યુવાન મુકબધિર હોવાથી મોતની વાત કોઇને કહી ન શકયો લારીમાં મૃતદેહ લઇ કોવીડ સ્મશાન ખાતે પહોંચ્યો

New Update
અંકલેશ્વર : મુકબધિર ભિક્ષુકની માતાનું થયું નિધન, લારીમાં મૃતદેહ લઇ પહોંચ્યો સ્મશાન

આ સમાચારનું ટાઇટલ અમે રાખ્યું છે.. વાહ રે કુદરત તારી કેવી ક્રુરતા... આ ટાઇટલને સાર્થક કરતી ઘટના સોમવારના રોજ અંકલેશ્વરમાં બની હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરમાં હજારોની સંખ્યામાં ભિક્ષુકો વસવાટ કરે છે. તેઓ બે ટંકનું ભોજન મેળવવા રઝળપાટ કરતાં રહે છે તેથી તેમની ગતિવિધિઓ પણ કોઇ ખાસ ધ્યાન આપતું નથી. સોમવારના રોજ એક ભિક્ષુક લારી ખેંચતો ખેંચતો પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જઇ રહયો હતો. રાહદારીઓ તથા વાહનચાલકોને એમ લાગ્યું કે લારીમાં તેનો સામાન હશે પણ લારીમાં સામાન ન હતો.

લારીમાં હતો તેની માતાનો મૃતદેહ.. મુકબધિર યુવાન અને તેની માતા અંકલેશ્વરમાં ભિક્ષા માંગી જીવનનો ગુજારો કરતાં હતાં. અચાનક તેની માતાનું નિધન થયું અને તે મૃતદેહ લઇને સ્મશાનની વાટે નીકળી પડયો હતો. પોતે મુકબધિર હોવાથી તે કોઇને કહી પણ ન શકયો કે તેની વ્હાલસોયી મા હવે દુનિયામાં નથી રહી.. આખરે એક વ્યકતિ આ મુકબધિરની વ્યથાને સમજ્યો અને તેણે કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને ઘટનાથી વાકેફ કર્યા..ધર્મેશ સોલંકીએ તાત્કાલિક અગ્નિ સંસ્કાર માટેનો સામાન મંગાવી શાસ્ત્રોકત વિધિથી મુકબધિરની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતાં. માતાના અંતિમ સંસ્કાર સમયે પુત્ર સહિત સૌ કોઇની પાપણો ભીંજાય ગઇ હતી.

Latest Stories