/connect-gujarat/media/post_banners/40bdfee8a45f0b499e1e37f3646272daed922889183614806c5bf490473b5942.jpg)
અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી. બ્રિજ સ્થિત બાપુ નગર પાસે સ્પીડ બ્રેકર બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે.
અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી. બ્રિજ સ્થિત બાપુ નગર પાસે મુખ્ય માર્ગ ઉપરથી ફૂલ સ્પીડમાં વાહનો પસાર થતાં સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.અવાર નવાર આ સ્થળે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.તેવામાં તંત્ર દ્વારા આ સ્થળે બંને તરફ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે.થોડા દિવસ પહેલા જ આ સ્થળે અકસ્માતની ઘટના પણ સામે આવી છે.ત્યારે સ્કૂલે જતાં બાળકો પણ માર્ગ ઓળંગતી વેળા ગભરાઈ રહ્યા છે.