/connect-gujarat/media/post_banners/7cdd1993ac74d83bc3d01aa6459012823ffc7c26f7949a0bd6d8322c19952597.jpg)
અંકલેશ્વર ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે.જેના ભાગરૂપે ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલીસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
જે ડાયાલીસિસ સેન્ટરનું આજરોજ મુંબઈની ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલના એમડી ડો.અરુણ શાહ,જી.આર.પી કંપનીના એમડી રાજેન્દ્ર ગાંધી હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જી.આર.પી,આઈ.ડી.આઈ.સી કંપની દ્વારા એક કરોડનું અનુદાન અપાયું હતું.આ કાર્યક્રમમાં ચેરમેન, એ.આઈ.ડી.એસ ટ્રસ્ટ રાજેન્દ્ર ગાંધી, અરુણભાઈ, કમલેશ ઉદાણી,અશોક પંજવાણી,ઉદ્યોગપતિ પરેશ મહેતા સહિત આમંત્રિતો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.